અમરેલીના મુખ્ય માર્ગ એવા જિલ્લા પંચાયત રોડ પર ફરી ભૂગર્ભ ગટરના ગંદા પાણી વહ્યા છે જેના કારણે રાહદારીઓ અને વેપારીઓ પરેશાન બન્યા છે. અહીં વારંવાર ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે પરંતુ સમસ્યાનો ઉકેલ આવતો નથી. અમરેલીના જિલ્લા પંચાયત રોડ પર વારંવાર ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે. આ ઉપરાંત અમરેલીના અનેક વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે. જિલ્લા પંચાયત રોડ પરથી દિવસમાં અનેક રાહદારીઓ પસાર થઈ રહ્યા છે. સતત ઉભરાતી ભૂગર્ભ ગટરથી લોકો પરેશાન છે. અહીં ભૂગર્ભ ગટરની સમસ્યાનો હલ કરવામાં આવે તેવી લોકોમાં માંગણી ઉઠી હતી. ગટર જે જગ્યા પરથી વારંવાર ઉભરાય છે તે જગ્યાની એકદમ સામે જ મુખ્ય જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતની ઓફિસો આવેલી છે. શહેરના આ મુખ્ય માર્ગ ઉપર વારંવાર ગટર ઉભરાવાથી રાહદારીઓ અને શાળાએ જતા બાળકો પરેશાન થઈ રહ્યા છે.