આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૫ની જિલ્લા કક્ષાની ઉજવણીના સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે, ૨૧ જૂન, ૨૦૨૫, શનિવારના રોજ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ અમરેલી-ચિત્તલ રોડ પર આવેલા જિલ્લા પોલીસ હેડક્વાર્ટરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. યોગ અભ્યાસમાં જોડાનારા તમામ અધિકારીઓ, વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાના સ્વયંસેવકો અને યોગ અભ્યાસુઓએ રાબેતા મુજબ નવા સ્થળે ઉપસ્થિત રહેવા વિનંતી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૫ની થીમ ‘એક પૃથ્વી-એક સ્વાસ્થ્ય માટે યોગ’ છે. જિલ્લામાં તાલુકા અને નગરપાલિકા કક્ષાએ પણ સમાંતર કાર્યક્રમો યોજાશે, જેમાં ગુજરાત રાજ્ય યોગબોર્ડના માસ્ટર યોગ ટ્રેનરો યોગાભ્યાસ કરાવશે. કાર્યક્રમની શરૂઆત વડનગરથી યોજાનારા રાજ્ય કક્ષાના કાર્યક્રમના જીવંત પ્રસારણથી થશે.