ઇસ્લામ ધર્મના પયગંબર સાહેબનો જન્મ દિવસ પુરા વિશ્વમાં ઉજવાતો હોય ત્યારે અમરેલીમાં મુસ્લિમ સમાજ દ્વારા આજે અમરેલીના પીરે તરીકત દાદાબાપુ ચિસ્તી અને નિઝામ બાપુ ચિસ્તીની આગેવાનીમાં નિશારે હુશેન કમિટી અને સંધિ સોસાયટી, મણિનગર, મિનિકસ્બા, કસ્બાવાડ, ખત્રી વાડ, બહારપરા, બટાર વાડી વિસ્તારના લોકો દ્વારા ડીજે બગી સાથે જુલૂસ કાઢવામાં આવ્યું હતું. જેમાં તમામ સમાજના આગેવાનોએ ધંધા-રોજગાર બંધ પાળીને તમામ વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. જુલૂસ અમરેલીના મુખ્ય માર્ગો પરથી પસાર થયું હતું. આ જુલૂસનું તમામ જગ્યાએ ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને ન્યાજ વેચવામાં આવી હતી જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના જુદાજુદા જમાત વાળા એક સાથે જોવા મળ્યા હતા. જેમાં દાઉદી વ્હોરા સમાજ, શિયા ઇશના અસરી સમાજ, શિયા ઇસ્માઇલી સમાજ, જમીયત એ ઉલમા એ હિન્દ તેમજ મદીના મસ્જિદ પાસે જમાત આગેવાનો જીમેદાર અને અલ સહારા ટ્રસ્ટ, અભિયાન સેવા ટ્રસ્ટ, સૌરાષ્ટ્ર લાઈફ લાઈન ટ્રસ્ટ, સદભાવ ગ્રુપ, મોબત ખપે ટ્રસ્ટ, કામિલ ચા વાળા અને મુસ્લિમ સમાજની તમામ સંસ્થાઓ, જમાતના લોકો દ્વારા જુદા જુદા સ્થળે સ્ટેજ બનાવીને દાદાબાપુ અને નિઝામબાપુનું સન્માન કરવામાં આવ્યું હતું.