અમરેલીમાં ઠેરઠેર ભયજનક અને જર્જરીત હાલતમાં મિલકતો આવેલ છે. અકસ્માત અટકાવવા માટે નગરપાલિકાએ તાકીદે આવી મિલકતોને ઉતારી લેવા માટે મિલકતધારકોને ચેતવણી આપી હતી. અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું શહેરી વિસ્તારમાં ભયજનક અને જર્જરિત હાલતમાં મિલકતો આવી હોય તેને તાકીદથી ઉતારી લેવાની રહેશે. અન્યથા જર્જરિત મિલકત ધરાશાયી થશે તે દરમિયાન કોઈ જાનહાનિ કે કોઈને નુકસાન પહોંચશે તો જવાબદારી મિલકત ધારકોની રહેશે. જર્જરિત હાલતમાં મકાનોમાં કોઈએ પ્રવેશ કરવો નહી. લોકોએ જર્જરિત મકાનની આસપાસ અવર-જવર કરવી નહી. આસપાસના મિલકત ધારકોએ જર્જરિત મકાન કે બિલ્ડીંગથી બચવા અંગે કાળજી રાખવાની રહેશે. આ વિશે અમરેલી નગરપાલિકા દ્વારા અગાઉ પણ નોટિસ પણ આપવામાં આવી હતી. પરંતુ વ્યક્તિઓએ આ અંગે કાર્યવાહી કરી નથી. આવા મિલકત ધારકો સામે નગરપાલિકા આગામી દિવસોમાં કાર્યવાહી કરશે.