અમરેલીમાં સિવિલ હોસ્પિટલ ખાતે ગત તારીખ ૧૭/૦૪/૨૦૨૬ના રોજ મહેશભાઈ પ્રેમજીભાઈ રાઠોડ પર અન્નક્ષેત્રમાં જમવા બાબતે થયેલી બોલાચાલી બાદ પ્લાસ્ટિકના પાઈપ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેમને માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન મહેશભાઈનું તારીખ ૨૦/૦૪/૨૦૨૬ના રોજ મૃત્યુ નીપજ્તા આ બનાવ હત્યામાં પલટાયો હતો. જેના કારણે પરિવારે આરોપીઓની ધરપકડ અને ફરિયાદમાં ‘ખૂન’ની કલમ ઉમેરવાની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.જેથી પોલીસે તમામ આરોપીઓ સામે હત્યાનો ગૂનો નોંધી કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. પોલીસે મૃતક મહેશભાઈના મૃતદેહને પેનલ પીએમ માટે ભાવનગર મોકલી આપેલ છે.