અમરેલી શહેરની એક મહિલા પોતાના પતિ સાથે આશરે ૩ મહિનાથી છૂટાછેડા લઈ ચૂક્યા હોવા છતાં પતિ તેના પર બળજબરી કરી પોતાના ઘરે જ રહેવા મજબૂર કરતો હતો અને તેમને એકલી બહાર જવા દેતો ન હતો. આ પરિસ્થિતિમાં પીડિતાએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. કાલ મળતાની સાથે જ કાઉન્સેલર રાધિકા જોષી, GRD વિલાસબેન તથા પાયલોટ જગદીશભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ટીમે મહિલાનું સંવેદનશીલ કાઉન્સેલિંગ કર્યું અને પતિને કાયદાકીય રીતે સમજાવ્યું કે છૂટાછેડા બાદ પત્ની પર કોઈ પણ પ્રકારનો હક્ક નથી. મહિલા પોતાની ઈચ્છા મુજબ સ્વતંત્રપણે જીવન જીવી શકે છે. સાથે જ મહિલાને સખી વન સ્ટોપ તથા કોર્ટ સંબંધિત કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહિલાએ સક્ષમ ઉંમરની હોવાને કારણે પોતાના મન મુજબ રહેવાનો નિર્ણય લીધો હતો.










































