અમરેલીમાં એક ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. કેસ વિગતે જાઈએ તો અમરેલીની શ્રી સારથી નાગરિક શરાફી સહકારી મંડળી લિ. ના સભાસદ આરોપી રવિરાજભાઈ દેવકરણભાઈ માલવીયા રહે. જેસીંગપરાએ મંડળીમાંથી રૂ.પ૦ હજારનુ ધીરાણ મેળવેલ અને શરતો મુજબ વ્યાજની રકમ ચડત થતા આરોપી દ્વારા રૂ. ૧૭ હજાર પ૯૧નો ચેક ફરિયાદીને આપ્યો હતો. જે ચેક નિયત બેન્કમાં જમાં કરાવતા ત્યાંથી અપુરતી રકમ હોવાના કારણસર પરત ફર્યો હતો ત્યારબાદ મંડળી પ્રમુખ ભરતભાઈ ભાવદાસભાઈ દુધરેજીયા દ્વારા આરોપીને નોટીસ આપવામાં આવી હતી અને તેનો કોઈ સંતોષકારક જવાબ ન મળતા અને રકમ ભરપાઈ ન કરતા ફરિયાદી ભરતભાઈ દ્વારા આરોપી વિરૂધ્ધ તેમના વકીલ સી.બી મહેતા મારફત નેગોશિએબલ ઇન્સ્ટ›. એકટ અન્વયે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસમાં આરોપી હાજર જ ન રહેતા અને કેસ અમરેલીના ચીફ જ્યડિશિયલ મેજિ.એન.એન નાયીની કોર્ટમાં ચાલી જતા આરોપીને બે વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ ચુકવી આપવા હુકમ કર્યો હતો અને રકમ ન ભરે તો વધારે ચાર માસની સજા કરવા આદેશ કર્યો હતો. ફરિયાદી પક્ષે એડવોકેટ સી.બી મહેતાએ દલીલો કરી હતી.