(એ.આર.એલ),અમરેલી,તા.૧૪
અમરેલી જિલ્લામાં દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે ખાંભા પંથકમાં એક ગામની ૩ વર્ષ અને ૧૧ મહિના ૭ દિવસની બાળકી ઉપર હવસખોર સગા કાકા અને કાકી દ્વારા દુષ્કર્મ આચર્યાની ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાતા અલગ અલગ દિશામાં પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
આ ઘટનામાં રહેણાંક વિસ્તારમાં બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપી રૂમમાં બોલાવી સગા હવસખોર કાકા દ્વારા દુષ્કર્મ આચર્યું બાળકીની કાકી દ્વારા દુષ્કર્મ આચરવામાં બાળકીને પકડી રાખવા માટે સહિતની મદદગારી કરતા પોલીસએ બંને સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટનાને લઈ ધારી એ.એસ.પી.જયવીર ગઢવી ખાંભા પોહચી અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે હાલમાં એ.એસ.પી.જયવીર ગઢવીના સીધા સુપરવિઝન હેઠળ તપાસ ચાલી રહી છે.
ઘટનામાં દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ ખાંભા પોલીસ સ્ટેશનમાં મોડી રાતે નોંધાયા બાદ પોલીસએ ઘટનાની ગંભીરતા દાખવી બને આરોપીને ગણતરીની કલાકોમા ધરપકડ કરવામાં આવી છે જેમાં સગા કાકા અને સગી કાકી બંનેની ધરપકડ કરી પૂછ પરછ શરૂ કરવામાં આવી છે. વધુ કેટલાક પુરાવા એકત્ર કરવા પોલીસએ કવાયત હાથ ધરી છે.