અમરેલી, તા.૧૩
અમરેલીમાં ગેરેજમાં રિપેરિંગમાં આવેલા ટ્રકમાંથી બે બેટરીની ચોરી થઈ હતી. બનાવ સંદર્ભે અબ્દુલકાદીર દિલાવરહુસેન બુખારી (ઉ.વ.૩૪)એ અજાણ્યા ચોર ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના ગેરેજમાં રિપેરિંગમાં આવેલા અશોક લેલન ટ્રકમાં ફીટ કરેલી બે બેટરીની અજાણ્યો ચોર ઇસમ ચોરી કરીને લઈ ગયો હતો. બેટરીની કિંમત રૂ. ૧૦૦૦૦ જાહેર થઈ હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ જી.બી. લાપા વધુ તપાસ કરી રહ્યા છે.