આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ગુજરાત પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ ડા. જી.જે. ગજેરા દ્વારા અમરેલી કલેક્ટરને લેખિત રજૂઆત કરીને નવરાત્રી અને દિવાળીના તહેવારો નિમિત્તે શહેરમાં ચાલતી ગેરકાયદે માંસ-મટનની દુકાનો, સ્પા, હોટેલો, ગેસ્ટહાઉસ અને અવાવરું જગ્યાઓ પર કડક તપાસની માંગ કરવામાં આવી છે. ધાર્મિક લાગણીઓને માન આપી શાક માર્કેટ અને બહારપરા જેવા મુખ્ય માર્ગો પર વગર પરમિશને ચાલતી ઈંડાં-મટનની દુકાનો બંધ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવાયું છે. રાત્રિના સમયે દીકરીઓની સુરક્ષા માટે અવાવરું સ્થળો પર તકેદારી રાખવા, શંકાસ્પદ કિસ્સામાં વાલીઓને જાણ કરવા તેમજ સ્પા અને હોટેલોમાં ‘પથિક’ સોફ્‌ટવેર એન્ટ્રીનું ચેકિંગ કરવા કલેક્ટર સમક્ષ માંગ કરાઈ છે.