અમરેલીના રાજકમલ ચોક વિસ્તારમાં આવેલ કોમ્પ્લેક્ષમાં યુસુફબાપુ કાદરી નામની વ્યક્તિએ પોતાની એક્ટિવા મુક્યા બાદ પરત ફરતા, જાવા ન મળતા પોલીસમાં જાહેર કર્યું હતું. પોલીસે શહેરમાં લગાવેલ સીસીટીવી કેમેરાની મદદથી એક્ટિવા શોધી કાઢ્યું હતું. શહેરના એક વેપારી ભૂલથી પોતાની એક્ટિવાના બદલે આ એક્ટિવા લઇને જતા રહ્યાનું જાણવા મળતા પોલીસે બંને એક્ટિવા મૂળ માલિકોને પરત કરી હતી.