ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત તા. ૧૮ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પૂર્ણ થયેલ આવાસોનું ઇ-લોકાર્પણ થનાર હોય, અમરેલીમાં જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલીયાના અધ્યક્ષસ્થાને ખેડૂત તાલીમ કેન્દ્ર, લીલીયા રોડ ખાતે આ કાર્યક્રમ યોજાશે. આ તકે સાંસદ નારણભાઇ કાછડીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેનાર છે.