અમરેલીના હનુમાનપરા વિસ્તારમાં યુવકે ગાળો આપવાની ના પાડતા શખ્સે પથ્થરનો છુટો ઘા મારી માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. આ અંગે યુવકે આ શખ્સ સામે અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
હનુમાનપરાની શેરી નં. ૩માં રહેતા ગોપાલભાઇ રમેશભાઇ સોલંકી (ઉ.વ.૩૩)એ અહીંના મારૂતિનગરમાં રહેતા અનીલ મનસુખભાઇ રંગપરા સામે ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું હતું કે, તેઓ અહીં હનુમાનદાદાના મંદિર પાસે પાનના ગલ્લે માવો ખાવા ગયેલ ત્યાં આરોપીએ તેમને ગાળો આપવા લાગતા તેને ગાળો આપવાની ના પાડતા એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને પથ્થરનો છુટો ઘા કરી માથાના ભાગે મારતા ગંભીર ઇજા પહોંચી હતી. અનીલ રંગપરા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.