અમરેલી શહેરમાં થોડા દિવસ પહેલા આશરે ૧૫ થી ૨૦ ગૌ માતાઓ પર અજાણ્યા શખ્સો દ્વારા એસિડ એટેક કરવામાં આવ્યો હતો, જેના કારણે ગાયોને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ હીચકારી ઘટનાથી સમગ્ર જિલ્લામાં આક્રોશનો માહોલ છવાઈ ગયો છે. આરોપીઓ હજુ સુધી પકડાયા નથી, જેને લઈ હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શુક્રવારે શહેરના વિવિધ હિન્દુ સંગઠનો કલેક્ટર કચેરીએ એકત્રિત થયા અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી કડકમાં કડક પગલાં ભરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુંં. અને ઘટના સામે વિરોધ દર્શાવતા વિવિધ સૂત્રોચાર પણ કરવામાં આવ્યા. સંગઠનો દ્વારા આરોપીની ઓળખ આપી મદદરૂપ થનારને રૂ. ૧,૦૭,૦૦૦ નું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે અને માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. હાલ પોલીસ તંત્ર અને હિન્દુ સંગઠનો તમામ દિશાઓમાં તપાસ ચલાવી રહ્યા છે.








































