અમરેલીમાં ગાંધીબાગ પાસેથી જસદણના ગઢડીયા (જામ) ગામે રહેતા યુવકનું બાઇક ચોરાયું હતું. બનાવ અંગે હીરાભાઈ ભલાભાઈ જાંબુકીયાએ જાહેર કર્યા મુજબ, તેમણે ગાંધીબાગના દરવાજા પાસે બાઇક પાર્ક કર્યુ હતું. જેની કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.વી.લંગાળીયા વધુ તપાસ કરી રહ્યા છે.