અમરેલીમાં સારહી યુથ ક્લબ ઓફ અમરેલી દ્વારા આયોજિત ભવ્ય ગણેશ ઉત્સવ ૨૦૨૫માં, આ વર્ષે ‘ઓપરેશન સિંદૂર’ થીમ રાખવામાં આવી છે.આ ગણેશોત્સવમાં તારીખ ૧ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ, શહેરને સ્વચ્છ અને સુઘડ રાખતા સફાઈ કામદાર ભાઈઓ અને બહેનોએ ભગવાન ગણેશજીની આરતી ઉતારીને ગણેશ વંદના કરી હતી. સિનિયર સિટીઝન પાર્ક ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સફાઈ કામદારોએ ગણેશજીની પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે મુકેશભાઈ સંઘાણીના નેતૃત્વ હેઠળ સંસ્થા દ્વારા થતી સેવાકીય પ્રવૃત્તિઓ વિશે પણ જાણકારી આપવામાં આવી હતી. આ સમગ્ર મહોત્સવને સફળ બનાવવા માટે દિલીપસિંહ ઠાકોર, ભાવેશ કાબરિયા, જીતુભાઈ બથવાર, મુકુંદભાઈ મહેતા, અંકુર માવદિયા, સાગર ગેડિયા, પ્રશાંત પરમાર, નિખિલ આસર, પૃથ્વી લેઉવા, સહદેવ મકવાણા, મુકેશ ડોબરિયા, હરેશ સુખડીયા, મુકેશ ચૌહાણ, કાળુભાઈ અકબરી, પ્રજ્ઞેશ બાજક, મયુર ખાનપરા, ભાવેશ વાળોદરા, તુષાર વાણી, નરેન્દ્રભાઈ પરમાર, હિતેષ સેજુ, કમલેશ સેજુ, અજય કાલેણા, લાલો કવા, ગૌરવ મહેતા, જીગ્નેશ દાફડા, ઉદયસિંહ રાજપુત, કિશોર આજુગીયા, દિપેશ ગોહિલ, અજય રાઠોડ, ભગાભાઈ વ્યાસ, દેવેન્દ્ર ચાવડા, દિલીપ ડેર અને નિતિન હિરાણી સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.