અમરેલીમાં લીલીયા રોડ પર આવેલી શિવ રેસિડેન્સીમાં ગણપતિ ઉત્સવની મિટિંગમાં સોસાયટીના રહીશો વચ્ચે બબાલ થઈ હતી. નિમિતભાઈ રાજેન્દ્રભાઈ ઠાકર (ઉ.વ.૪૨)એ સોસાયટીના ફુલીબેન બાવચંદભાઈ કાનપરિયા, ધર્મેશભાઈ બાવચંદભાઈ કાનપરિયા, નરેન્દ્રભાઈ બાવચંદભાઈ, પ્રફુલભાઈ કાછડીયા, લલીતભાઈ હિરપરા, ધવલભાઇ બીપીનભાઈ જીવાણી, સુધીરભાઈ કાથરોટીયા તથા વિમલભાઈ ગોહિલ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, સોસાયટીમાં રહેતા રહીશોએ ગણપતિ ઉત્સવ નિમિત્તે મિટિંગનું આયોજન કર્યુ હતું. તે દરમિયાન તેમની સાથે મનદુઃખ રાખી આરોપીઓએ વારા ફરતી આવી તેમને ગાળો આપી અને ઢીકાપાટુથી મુંઢમાર માર્યો હતો તેમજ છરી જેવા ધારદાર હથિયારથી બંને હાથે ઇજા કરી હતી. તેના ડાબા હાથે કોણી પાસે પાંચેક ટાકા લાવી, છાતીમાં ઇજા કરી હતી તેમજ વાંસાના ભાગે ડંડા વડે મારી ઇજા પહોંચાડી હતી.