શ્રી અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ (સુરત) સંચાલિત શ્રી લેઉવા પટેલ ટ્રસ્ટ એમ.એ. મહિલા કોલેજ (શ્રીમતી શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ, શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી M.A. . (અંગ્રેજી) સેમેસ્ટર-IV ની પરીક્ષામાં અદભુત સિદ્ધિ હાંસલ કરી છે. કોલેજે ૧૦૦% પરિણામ સાથે ૧૦૦% ફર્સ્ટ ક્લાસ પરિણામ મેળવી ગૌરવ વધાર્યું છે. ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થિનીઓમાં સરવૈયા હેતલ બી. (૭૫.૨૦%) કોલેજમાં પ્રથમ, રામાનુજ નિશા ડી. (૭૨.૦૦%) દ્વિતીય, અને કાબરીયા મયૂરી એમ. (૭૧.૬૦%) તૃતીય સ્થાન પર રહી છે. સંકુલ પરિવારે આ ઉત્કૃષ્ટ પરિણામ બદલ સમગ્ર સ્ટાફ, વિદ્યાર્થીઓ અને રેન્ક મેળવનાર વિદ્યાર્થિનીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા છે.