અમરેલી સીટી પોલીસ ઇન્સ્પેકટર કે.એલ. ખટાણાની રાહબરી હેઠળ હસનખાન ફિરોજખાન પઠાણ રહે. મોટા કસ્બાવાડ અમરેલી વાળાએ સીટી પોલીસ સ્ટેશન ખાતે તેમનો વિવો કંપનીનો વિવો વી-૧પ મોબાઇલ ફોન શાકમાર્કેટ પાસે રોડ ઉપર કયાંક પડી ગયેલ હોય તે અંગે જાણ કરેલ હતી.
કમાંડ કંટ્રોલરૂમ નેત્રમની મદદથી તપાસ કરતા સદર મોબાઇલ એક ઇસમને મળેલ હોવાનું કમાન્ડ કંટ્રોલ નેત્રમના કેમેરામાં જોવા મળતા તેની તપાસ કરતા સદર ઇસમને શોધી તેણે સદર મોબાઇલ રસ્તામાંથી મળેલ હોવાનું જણાવતા તેઓ પાસેથી મોબાઇલ મેળવી મૂળ માલિકને બોલાવી મોબાઇલની ખરાઇ કરી મોબાઇલ ફોન મૂળ માલિકને સોંપી આપી પ્રસંશનીય કામગીરી કરેલ છે.