નાયબ ઈજનેરે બે ઇસમ સામે ફરિયાદ નોંધાવી
અમરેલી ડિવિઝન-૦૨ના ખેતીવાડીમાં ગ્રાહકોના ફેઇલ ટીસીમાંથી બે ઇસમે ૧૨૦ લીટર ડીઝલની ચોરી કરી હતી. જેને લઈ પીજીવીસીએલ ધારી-૦૨ સબ ડિવિઝનમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા અંકીતકુમાર હસમુખભાઈ વાળા (ઉ.વ.૪૦)એ ચિરાગભાઈ માધાભાઈ બતાડા અને અજયભાઈ માધાભાઈ બતાડા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેઓ PGVCL ધારી-૦૨, સબ ડિવિઝન કચેરીમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવે છે. તેઓના કાર્યક્ષેત્ર વિસ્તારમાં આવતા ખેતીવાડીના ગ્રાહકોના ફેઇલ ટી.સી. બદલાવવાના હોય, જે માટે અમરેલી ડિવિઝન-૦૨ ના સ્ટોરમાંથી અલગ-અલગ કુલ-૦૭ ટી.સી. કોન્ટ્રાક્ટર વતી આરોપીઓ દ્વારા સ્ટોરમાંથી કઢાવવામાં આવ્યા હતા. PGVCL ધારી-૦૨, સબ ડિવિઝન ખાતે લઇ જતા પહેલા અમરેલી ગોકુળનગર ખાતે પોતાના ઘરે લઇ જઇ જે તે ટી.સી.માંથી ઓઇલની ચોરી કરી, કુલ-૦૭ નવા ટી.સી. તથા અન્ય જુના ટી.સી.માંથી આશરે ૧૨૦ લીટર ઓઇલ, કુલ કિંમત રૂ.૧૧,૭૬૦ પોતાના અંગત ઉપયોગ અને પોતાનો આર્થિક ફાયદો મેળવવા સારૂ બદદાનતથી ચોરી કરી કાઢી લીધું હતું. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ જી.બી. લાપા વધુ તપાસ કરી રહ્યા છે.