અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન આપવા એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ કૃષિમંત્રી અને ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. જિલ્લાના પૂર્વ કૃષિ મંત્રી અને ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું કે, પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી દ્વારા ખેડૂતોએ સારી આવક મેળવી છે. તેમણે ટેકાના ભાવો, માહિતી-માર્ગદર્શન અને પ્રાકૃતિક ખેતીની માહિતી પહોંચાડવા માટે અપીલ કરી હતી. તેમણે મધ વ્યવસાય અને પશુપાલન વિશે પણ માહિતી આપી હતી. નાયબ મુખ્ય દંડક-ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાએ કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના માધ્યમથી આયોજિત આ કાર્યક્રમની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, ભવિષ્યમાં અમરેલી ખાતે ઓર્ગેનિક કોલેજ આવશે, જેથી ખેડૂતોને જરૂરી માર્ગદર્શન મળશે. કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ઉત્પાદન, મધ વ્યવસાય, પશુપાલન અને બાગાયતી ફળો જેવા વિવિધ ઓર્ગેનિક ખેતી વિષય પર પોતાના અનુભવો શેર કર્યા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય બાવકુંભાઈ ઉંધાડ, અશ્વિનભાઈ સાવલીયા, મુકેશભાઈ સંઘાણી, ડો.આર.એસ. પટેલ, ડો. ભરતભાઈ કાનાબાર, કાંતિભાઈ વઘાસીયા, વસંતભાઈ મોવલીયા, પીઠાભાઈ નકુમ, અરૂણભાઈ પટેલ, ભાવનાબેન ગોંડલીયા, મનીષભાઈ સંઘાણી, હરજીભાઈ નારોલા, દિનેશભાઈ ભુવા, મનુભાઈ ધાખડા, સંદિપભાઈ ચેટરજી, રમેશભાઈ કાથરોટીયા, અનિલભાઈ વેકરીયા સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.