અમરેલી ખાતે પ્રિ-વાઇબ્રન્ટ ગુજરાત સમીટ અંતર્ગત ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ અંગે ખાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લાના ખેડૂતોએ વડાપ્રધાન, રાજ્યપાલ અને મુખ્યમંત્રીના ઉદ્‌બોધનનું લાઇવ પ્રસારણ નિહાળ્યું હતું. આ તકે જિલ્લાના અંદાજે પ૦૦ થી ૭૦૦ જેટલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે નેચરલ ફા‹મગ અંગે નેશનલ કોન્ક્લેવ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો હતો. જે કાર્યક્રમ હેઠળ અમરેલીના ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન માટે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ તકે ઉપસ્થિત ખેડૂતોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે જરૂરી માર્ગદર્શન નિહાળ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.