અમરેલીમાં એક પ્રૌઢે ખાંસીની બીમારીથી કંટાળી શૌચાલયમાં જઈ એસિડ પી લીધું હતું. બનાવ સંદર્ભે લીલીબેન ગોવિંદભાઈ પરમાર (ઉ.વ.૫૨)એ જાહેર કર્યા મુજબ, તેમના પતિ ગોવિંદભાઈ ભગવાનભાઈ પરમાર (ઉ.વ.૬૦)ને ઘણા દિવસોથી ખાંસી થઈ હતી અને છૂટક દવાઓ લેતા હતા. પરંતુ તેમ છતાં ખાંસીની તકલીફમાં કોઈ ફેર પડતો નહોતો. જેથી તેણે કંટાળી ઘરે શૌચાલયમાં જઈ એસિડ પી લેતાં મરણ પામ્યા હતા. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એન.બી. ગોહીલ વધુ તપાસ કરી રહ્યા છે.