થોડા સમયથી રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે ત્યારે અમરેલીમાં પણ બે કોરોના પોઝિટિવ કેસ આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. આજે અમરેલી અને રાજુલામાં એક – એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. તંત્ર દ્વારા હોમ ક્વોરેન્ટાઇનની કામગીરી શરૂ કરવામાં આવી છે.