કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જૂકૃયુ, અમરેલી ખાતે ર૯ વિદ્યાર્થિનીઓને પ્રાકૃતિક ખેતીની તાલીમ માટે ખેડૂતોના ખેતરે તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ડો. એન.એસ.જાષીના માર્ગદર્શન નીચે કૃષિ વૈજ્ઞાનિક વી.એસ.પરમાર, વિદ્યાર્થિનીઓએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ખેતરની મુલાકાત લીધી હતી. જયાં વિદ્યાર્થિનીઓએ આછાદત,
જીવામૃત, વનસ્પતિ દવા અને એન્ઝાઈમ કલ્ચરનું અવલોકન અને તેના ઉપયોગની માહિતી લીધી હતી. વધુમાં ખેડૂત મિત્રોએ તેમના પાકનું મુલ્યવર્ધન અને રીટેલ માર્કેટીંગ વિશે પણ માહિતગાર કર્યા હતા.