આગામી ર૧ જૂને કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલના અધ્યક્ષસ્થાને અમરેલીમાં જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવશે. જે અંગે આજે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નગરજનોને જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિનની ઉજવણીમાં જાડાવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ૩ હજારથી ૩પ૦૦ જેટલા વ્યક્તિઓ જોડાશે. કલેક્ટરે આ કાર્યક્રમમાં અગ્રણીઓને જાડાવા અને યોગને જીવનનો ભાગ બનાવવાની પ્રેરણા આપવા આહવાન કર્યું છે.