અમરેલી શહેરમાં કૂતરા કરડવાના વધી રહેલા બનાવને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા જુદી જુદી શાળાઓ જેવી કે સનરાઈઝ વિદ્યાલય જેશીંગપરા, સરસ્વતી વિદ્યાલય જેશીંગપરા, સરસ્વતી વિદ્યામંદિર લાઠી રોડ, જી.જી.બેન ફોરવર્ડ ગર્લ્સ સ્કૂલ વગેરેમાં વિદ્યાર્થીઓને કૂતરા કરડવાથી કેવી રીતે બચવું, કઈ તકેદારી રાખવી અને કઈ પરિસ્થિતિમાં તાત્કાલિક સારવાર લેવી તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત તે અંગેના પેમ્પ્લેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. નગરપાલિકા દ્વારા ભવિષ્યમાં આવા કૂતરાને પકડવાના, રસીકરણ અને ખસીકરણ કરવાના આયોજન હાથ ધરવામાં આવનાર છે. આ વિશે જાગૃતિ ફેલાવવાના કાર્યક્રમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તુષારભાઈ જોશીના સંપૂર્ણ સહયોગથી કરવામાં આવેલ. આ કામગીરી સેનેટરી ઈન્સ્પેક્ટર એન.બી. ચાવડાના માર્ગદર્શનમાં પાલિકાના કર્મચારી હરેશભાઈ ભંડેરી દ્વારા કરવામાં આવી હતી. આ અભિયાન આવનાર દિવસોમાં વધુ શાળાઓ તેમજ જાહેર સ્થળો ઉપર યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.







































