અમરેલીમાં શાસ્ત્રી રમેશભાઈ ઠાકરના દીકરાની કાશીમાં અભ્યાસ કરેલ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા યજ્ઞોપવિત સંસ્કારની વિધિ કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજન ભારતીબાની વાડી અમરેલી તથા ધારી લિઓનિયા-રીસોર્ટ આંબરડી સફારી પાર્કમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તમામ આમંત્રિતો ઉપરાંત વિદ્વાન શાસ્ત્રીઓ, ધારાશાસ્ત્રી ઉદયનભાઈ ત્રિવેદી, બકુલભાઈ પંડ્યા, ઝાલાવાડી બ્રહ્મસમાજના પ્રમુખ તનસુખભાઈ ઠાકર, પી.પી. જાની, રમેશભાઈ પંડ્યા, દિલીપભાઈ મહેતા, મલયભાઈ, જવાહરભાઈ, અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ મુકુંદભાઈ મહેતા, અશ્વિનભાઈ ત્રિવેદી, બસુદાદા તથા ડીવાયએસપી ઠાકર (ભાવનગર) સહિતના મહાનુભવો હાજર રહ્યાં હતાં.