અમરેલીમાં એક કાર ચાલકે અચાનક કારનો દરવાજો ખોલતાં એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે મિતેષભાઈ અશ્વિનભાઈ ધંધુકિયા (ઉ.વ.૨૨)એ ફોરવ્હીલ નંબર જીજે-૧૪-એપી-૯૫૫૧ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ ફોર વ્હીલ ચાલકે બે દિવસ પહેલા સવારે ૧૧ કલાકે જુના માર્કેટયાર્ડ રોડ પર અવધ હોટલની સામે રોડ પર અચાનક ડ્રાઇવર સાઇડનો દરવાજો ખોલતાં તેઓ તેની સાથે અથડાઈને રોડ પર પડી ગયા હતા. જેના કારણે તેમને ઈજા થઈ હતી, જે બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ઘનશ્યામભાઈ વધુ તપાસ કરી રહ્યા છે.