વીર રામ વાળા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમરેલી જિલ્લા સહિત ધારી તાલુકાના કાઠી ક્ષત્રિય સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહ યોજાયો હતો. માર્ચ-૨૦૨૪ અને માર્ચ-૨૦૨૫ની બોર્ડ પરીક્ષાઓમાં ધોરણ ૧૦માં ૭૫% કે તેથી વધુ, ધોરણ ૧૨ સાયન્સમાં ૬૦% કે તેથી વધુ અને આટ્ર્સ-કોમર્સમાં ૭૫% કે તેથી વધુ માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પીએસઆઇ, મામલતદાર સહિત આગેવાનોના વરદહસ્તે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આગેવાનોએ યુવાનોને તેમની શૈક્ષણિક કારકિર્દી ઉજ્જવળ બનાવવા માટે કોઈપણ જરૂરિયાત હોય તો સહાય માટે સંપર્ક કરવાની અપીલ કરી હતી.




































