અમરેલી શહેરમાં સગા કાકા-ભત્રીજા વચ્ચે બબાલ થઈ હતી અને મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જેમાં ભત્રીજાએ કાકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આંબેડકરનગર પુલ પાસે રહેતા અલ્પેશભાઈ માધડે કાકા કિશોરભાઈ જગાભાઈ માધડ, કાકી કાન્તાબેન કિશોરભાઈ માધડ તથા દાદા જગાભાઈ બેચરભાઈ માધડ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ બે દિવસ પહેલા બપોરે બે વાગ્યા આસપાસ ત્રણેય આરોપીઓ તેમના ઘરે આવીને તેમની માતાને જેમ-ફાવે તેમ ગાળો આપવા લાગ્યા હતા. કાકા-કાકીએ વાળ પકડીને તેમના માતાને પછાડી દીધા હતા અને કાકાએ તેમની પાસે રહેલા લોખંડના પાઇપનો ઘા તેમને માર્યો હતો. અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ કે.બી.ભરાડ વધુ તપાસ કરી રહ્યા છે.