અમરેલીમાં તા.૧રના રોજ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા માતામરણ અને બાળમરણ કમિટી, રાષ્ટ્રિય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ, નેશનલ ડી વોર્મિંગ ડે, DHS-ગવર્નીંગ બોડી અને ૧૫મા નાણાપંચ અંતર્ગત મિટિંગ યોજવામાં આવેલ, જેમાં માતા અને બાળ મરણ ઘટાડો થાય તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ. આ મિટિંગમાં જિલ્લા વિકાસ અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી, જિલ્લા RCH અધિકારી, જિલ્લા સર્વેલન્સ અધિકારી, DQAMO, તાલુકા આરોગ્ય અધિકારીઓએ હાજરી આપી હતી. આ બાબતે ખાસ કરીને માતામરણ અને બાળમરણમાં ઘટાડો થાય તેવા પગલાઓ અસરકારક રીતે લેવાશે તેવું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.એમ જોષીની યાદીમાં જણાવે છે.