અમરેલી વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે યોગ્ય દિશા અને પ્રેરણા મળી રહે તેવા ઉમદા હેતુ સાથે મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાની પ્રેરણાથી ‘કર્મભૂમિ ડેવલોપમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ’ દ્વારા ‘સફળતાનું સમીકરણ’ વિષય પર ભવ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. શાંતાબા મેડિકલ કોલેજ સ્થિત ઓડિટોરિયમમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત સમૂહ પ્રાર્થના અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી.
ટ્રસ્ટના સંસ્થાપક અને મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ વિદ્યાર્થીઓને સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે શાસ્ત્રી હરિસ્મરણ સ્વામી અને રામકૃષ્ણદાસજી સ્વામીએ આશીર્વચન આપ્યા હતા. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શરદભાઈ લાખાણી અને ઉદ્યોગપતિ દિનેશભાઈ ભુવા તથા કેતનભાઈ ધોળકિયાએ પણ પ્રાસંગિક ઉદ્દબોધન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.સેમિનારના મુખ્ય વક્તા તરીકે ચિરાગ કાનાણી (ઇીઙ્ઘ શ્ ઉરૈં) એ મોટિવેશનલ સ્પીચ આપી હતી અને પાર્થ સિયાણીએ કારકિર્દીના વિવિધ પાસાઓ પર વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્‌યું હતું. મનિષ સિદ્ધપુરા, વૈભવ ભુવા અને ભાવેશ ભાલિયાના સંકલનથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો. અંતમાં પ્રો. જે.એમ. તળાવીયાએ આભારવિધિ કરી હતી. આ અવસરે શહેરના અગ્રણી શિક્ષણવિદો અને શાળાના સંચાલકો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.