અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિનાચેરપર્સન રમીલાબેન ભીખાભાઈ ધોરાજીયાએ મુખ્યમંત્રીને પત્ર
પાઠવી ખેડૂતોને સહાય આપવા વિનંતી કરી છે. પત્રમાં જણાવાયું છે કે ઓક્ટોબર-૨૦૨૫ દરમિયાન લીલીયા તાલુકા સહિત અમરેલી જિલ્લામાં ભારે થી અતિભારે કમોસમી વરસાદ પડવાથી કપાસ, મગફળી, સોયાબીન, તલ, મગ, અડદ અને બાગાયતી પાકોને ભારે નુકસાન થયું છે. ઘણા ખેડૂતોના પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે. રમીલાબેન ધોરાજીયાએ તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને રાહતરૂપ સહાય પેકેજ જાહેર કરવાની સરકારને માંગણી કરી છે, જેથી અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય ન્યાય મળી શકે.






































