અમરેલી જિલ્લામાં તારીખ ૬ અને ૭ મે, ૨૦૨૫ના રોજ પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને બેવડો ફટકો માર્યો છે. એક તરફ તલ, બાજરો, જુવાર, ડુંગળી અને મગ જેવા ઉનાળુ પાકોને ભારે નુકસાન થયું છે, તો બીજી તરફ ચીકુ, પપૈયા, કેરી, દાડમ અને કેળા જેવા બાગાયતી પાકો પણ બરબાદ થઈ ગયા છે. આ ઉપરાંત, આ વરસાદે પશુપાલકોના ઘાસચારાને પણ વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો
આભાર – નિહારીકા રવિયા છે. પત્રમાં તેમણે વિનંતી કરી છે કે સંબંધિત વિભાગોને તાત્કાલિક નુકસાનીનો સર્વે કરવા અને ખેડૂતો તેમજ પશુપાલકોને થયેલા નુકસાનનું વળતર અપાવવા માટે પોતાની કક્ષાએથી તાત્કાલિક આદેશો જારી કરે. અમર ડેરીના ચેરમેને જણાવ્યું છે કે કમોસમી વરસાદના કારણે ખેડૂતો અને પશુપાલકોને ભારે આર્થિક નુકસાન થયું છે અને તેમને તાત્કાલિક સહાયની જરૂર છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે સરકાર આ બાબતને ગંભીરતાથી લઈને અસરગ્રસ્તોને મદદ કરશે.









































