અમરેલીમાં કપોળ મહાજન દ્વારા છેલ્લા ૧૦૦ વર્ષથી તુલસી વિવાહનું ધામધૂમથી આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ અમરેલી કપોળ મહાજન દ્વારા ૩ દિવસના કાર્યક્રમો સાથે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પહેલા દિવસે વાજતે-ગાજતે કુંભ સ્થાપના અને પૂજા વિધિ કરવામાં આવશે. બીજા દિવસે સવાર-સાંજ કુંભની પૂજા અને સાંજે ઠાકોરજીનું ફુલેકું કાઢવામાં આવશે તથા ત્રીજા દિવસે કુંભની પૂજા સાથે બપોરે ઠાકોરજીનો શહેરમાં ધામધૂમપૂર્વક ભવ્ય વરઘોડો કાઢવામાં આવશે. જેમાં અમરેલીની જનતા દર વર્ષે ખૂબ જ ઉત્સાહથી જાડાય છે.