અમરેલીમાં લાઠી ચોકડી પાસે રોડ ઉપરથી પોલીસે કતલખાને ધકેલાતા ૯ અબોલ જીવોને બચાવી લીધા હતા. રફીકભાઈ હબીબભાઈ ખોરાણી તથા અફઝલભાઈ ઇસ્માઇલભાઈ ખોરાણી ટ્રક નંબર જીજે-૧૪-ડબલ્યુ-૧૯૪૩માં ૯ ભેંસોને કોઈપણ પ્રકારના ઘાસચારા અને પાણીની સગવડતા વગર કતલ કરવાના ઇરાદે, ખીચોખીચ ભરી લઇ જતાં ઝડપાયા હતા. પોલીસે ટ્રક, ભેંસો મળી કુલ રૂ. ૭,૧૫,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી.બી.લાપા વધુ તપાસ કરી રહ્યા છે.