અમરેલીમાં રહેતા કંડકટર તરીકે કામ કરતાં એક યુવકને ગાળો બોલીને જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે રઘુવીરસિંહ હરિસિંહ ચૌહાણ (ઉ.વ.૧૯)એ દાનુભાઈ જીણાભાઈ વાઘોશી સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ તથા તેના નાનાભાઇ ભગીરથસિંહ અને તેના ફઇના દિકરા જશુભા જાડેજા આ ત્રણેય જણા પોતાના મકાન પાસે આવેલ ખુણા પાસે બેઠા હતા. તે દરમિયાન આરોપી દારૂ પીધેલ હાલતમાં મો.સા. લઇ આવ્યો હતો અને તેમને તથા સાહેદોને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે તમોને જાનથી મારી નાખવા છે તેમ કહી તેમના નાનાભાઇને લાફો મારી, ઝપાઝપી કરીને ગાળો બોલી જાનથી મારી નાખવો છે તેમ કહ્યું હતું. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.કે.ડામોર વધુ તપાસ કરી રહ્યા છે.