અમરેલીમાં આગામી ૪-જૂન ને શનિવારના રોજ રાત્રિના ૮ઃ૦૦ કલાકે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શહેરના કમાણી ફોરવર્ડના મેદાનમાં ઐતિહાસિક ક્રાંતિકારી શો ‘વિરાંજલિ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરની જનતાને રાષ્ટ્રભÂક્તમાં તરબોળ અને શહીદ વીર ભગતસિંહ સુખદેવ અને રાજગુરૂના જીવન દર્શન કરવાનો મોકો મળશે. આ વિરાંજલિ શોનું લેખન કાર્ય પ્રસિદ્ધ લોક સાહિત્યકાર સાંઇરામ દવે દ્વારા કરવામાં આવ્યું છે. જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયાએ જણાવ્યું કે, આ શોનું પ્રથમ આયોજન અમદાવાદ ખાતે થયું હતું ત્યારે ત્યાં હાજર રહેવાનું સદ્‌ભાગ્ય મને મળ્યું હતું. અમરેલીની રાષ્ટ્રપ્રેમી જનતા આ શો માણવા પધારે તેવું તેમણે આગ્રહભર્યું નિમંત્રણ પાઠવ્યું છે. આ શો બદલ તેમણે મુખ્યમંત્રી તથા મંત્રી હર્ષ સંઘવીનો આભાર વ્યક્ત કર્યો હતો.