હનુમાન જયંતી નિમિત્તે અમરેલી જિલ્લામાં ઠેર-ઠેર જગ્યાએ ઉજવણી કરવામાં આવી હતી. દાતાઓ દ્વારા સ્ટોલ લગાડીને પ્રસાદી આપવામાં આવી હતી ત્યારે અમરેલી એસ.ટી. ડેપો ખાતે હનુમાન જયંતી નિમિત્તે ડેપોમાં આવતા પ્રવાસીઓને ગુંંદી-ગાંઠીયાની પ્રસાદી આપવામાં આવી હતી. લોકો પ્રસાદી લઈને ભાવવિભોર થયા હતા. એસ.ટી. ડેપોમાં કુલ ૧ર૦૦થી ૧૩૦૦ લોકોએ પ્રસાદી લીધી હતી. આ આયોજનને સફળ બનાવવા જીતેન્દ્રભાઈ ટાંક, કમલેશભાઈ મહેતા, રઘુભાઈ ધાધલ, સતીષભાઈ ટાંક, ગીરીશભાઈ ટાંક, હિમાંશુભાઈ ગોંડલીયા, પીયુષભાઈ જાષી, બાબુભાઈ બસીયા, જયંતિભાઈ વામજા, ઘનશ્યામભાઈ સાવલીયા સહિતાના લોકોએ જહેમત ઉઠાવી હતી.






































