અમરેલીમાં લાઠી રોડ બાયપાસ સર્કલ પાસે એક્ટિવા ચાલકને ફોર વ્હીલ ચાલકે ફંગોળ્યો હતો. સુધીરસિંહ નટવરસિંહ જાદવ (ઉ.વ.૪૯)એ અજાણ્યા ફોર વ્હીલ ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તેમની મોટર સાયકલ લઈને ઘરે જતા હતા ત્યારે અજાણ્યા કાર ચાલકે તેને પાછળથી આવી ટક્કર મારી હતી. જેમાં તેમને ફ્રેક્ચરની ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જી ચાલક ફરાર થઈ ગયો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ વી મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.







































