અમરેલી ખાતે ઉમિયા પ્લાયવુડનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના વરદ હસ્તે ઓપનિંગ કરવામાં આવ્યું હતું, અને અનેક રાજકીય, સામાજિક તથા ઉદ્યોગ જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહીને પોકાર ગ્રુપ પરિવારને આ નવતર સોપાન બદલ શુભકામનાઓ પાઠવી હતી. આ શુભ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના સાંસદ પરસોતમભાઈ રૂપાલા, ૈંહ્લહ્લર્ઝ્રં અને દ્ગઝ્રેંં નાં ચેરમેન દિલીપભાઈ સંઘાણી, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અમરેલી વિસ્તારના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, ભરતભાઈ ચૌહાણ, વસંતભાઈ મોવલિયા, મનીષભાઈ સંઘાણી, અમરેલી નાગરિક બેંકના ચેરમેન પી.પી. સોજીત્રા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન શૈલેષભાઈ સંઘાણી, ચતુરભાઈ ખૂટ, હસમુખ પટેલ, કાળુભાઈ રૈયાણી, વિદ્યાસભાના કેમ્પસ ડાયરેક્ટર્સ વસંતભાઈ પેથાણી, ખોડલધામના ટ્રસ્ટીઓ, અમરેલી વેપારી મહામંડળ, અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર, રોટરી ક્લબ ઓફ ગીર, સરદાર ધામના ટ્રસ્ટીઓ, લાયન્સ ક્લબના સભ્યો, કરિયાણા એસોસિએશન, ટાવર ચોક એસોસિએશન, તેમજ અમરેલીની વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ અને વેપારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પોકાર ગ્રુપ પરિવારને તેમના નવા વ્યવસાયિક સાહસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી.