લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પૂર્વે અમરેલી શહેરમાં આરપીએસએફના જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસ અને વહીવટી તંત્ર પણ સજ્જ બન્યુ છે. લોકસભા ચૂંટણીને લઈ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર એલર્ટ ઉપર જોવા મળી રહ્યું છે.
ગૃહ વિભાગ દ્વારા દરેક જિલ્લા પોલીસવડાઓ સાથે બેઠકો યોજી જરૂરી સૂચના માર્ગદશન આપ્યા બાદ આજે અમરેલી શહેરમાં ૨૦૨૪ લોકસભા ચૂંટણી અંતર્ગત શહેરમાં શાંતિપૂર્ણ માહોલ રહે તે માટે સીટી વિસ્તારમાં આરપીએસએફના જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઇઁજીહ્લના જવાનોએ શહેરના માર્ગો ઉપર ફૂટ પેટ્રોલિંગ કરતા
આવારાતત્વોમાં ફફડાટ ફેલાયો છે.