અમરેલીમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જેના કારણે હાર્ટ એટેકના કેસ વધ્યા છે. આ દરમિયાન એક આધેડનું હાર્ટ એટેકથી મોત થયું હતું. પાર્થભાઈ ધીરૂભાઈ ચાવડા (ઉ.વ.૨૫)એ જાહેર કર્યા મુજબ, તેમના પિતા ધીરૂભાઈ મંગલભાઈ ચાવડા (ઉ.વ.૫૭) રીક્ષા ડ્રાઇવિંગ કરતા હતા. રીક્ષા ચલાવી અમરેલી સરદાર ચોકમાં પેસેન્જર ઉતાર્યા બાદ અચાનક ચકકર આવી ગયા હતા. જે બાદ અમરેલી સિવિલ હોસ્પિટલમાં લઇ જતાં ફરજ પરના ડોકટરોએ તપાસી હાર્ટ એટેકનો હુમલો આવવાના કારણે મરણ પામ્યાનું જાહેર કર્યુ હતું.