અમરેલી શહેરમાં આજે સંવિધાનયાત્રા ગૌરવ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે રઃ૩૦ કલાકે સરદાર સર્કલ, ચિત્તલ રોડ ખાતે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયાની આગેવાનીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તેમજ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહેશે.