અમરેલીમાં આજરોજ સાંજના પઃ૩૦ કલાકે પંચવટી ફાર્મ, ચિત્તલ રોડ ખાતે લાયન્સ કલબ ઓફ અમરેલી (રોયલ)ના નવા પ્રેસીડેન્ટ વિજય વસાણી અને તેમની ટીમનો શપથગ્રહણ સમારોહ યોજાશે. આ શપથગ્રહણ સમારોહમાં સાંસદ ભરતભાઈ સુતરીયા, પૂર્વ વિપક્ષનાં નેતા પરેશભાઈ ધાનાણી હાજર રહેશે. મુખ્ય મહેમાન તરીકે ડીસ્ટ્રીકટ ગર્વનર લા.વસંતભાઈ મોવલીયા તેમજ ઈન્સ્ટોલીંગ ઓફિસર તરીકે પૂર્વ ડીસ્ટ્રીકટ ગર્વનર લા.ચંદ્રકાંત દફતરી ઉપસ્થિત રહેશે. સાથોસાથ ગુજરાત કિસાન મોરચાનાં સેક્રેટરી હિરેનભાઈ હિરપરા, અનિલભાઈ વેકરીયા, મુકેશભાઈ કોરાટ, કાંતિભાઈ વઘાસીયા, દિનેશભાઈ ભુવા, કમલ સેલાર, મનોજ કાનાણી, રાજેશ વિઠ્ઠલાણી, પ્રતિક નાકરાણી સહિતના લાયન્સ મેમ્બર હાજર રહેશે. આ શપથગ્રહણ સમારોહને સફળ બનાવવા લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલનાં સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.