અમરેલીમાં આગામી માસમાં તા. ૬ થી ૧ર સુધી પ્રાદેશિક સખી મેળો યોજાનાર છે. આ મેળો શહેરના સિનિયર સિટીઝન પાર્કમાં યોજાશે. આગામી તા. પ-જુલાઇના રોજ સાંજે પઃ૦૦ કલાકે કાર્યક્રમનો પ્રારંભ થશે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આ મેળામાં શહેરીજનોને બહોળી સંખ્યામાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.