અમરેલી જિલ્લામાં પરિણીતાઓ પર સાસરિયાના સિતમની ઘટના વધી રહી છે. અમરેલી શહેરમાં રહેતી અને આંગણવાડીમાં નોકરી કરતી મહિલાએ સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે. શિલ્પાબેન દાફડાએ પતિ રસિકભાઇ મોહનભાઇ દાફડા, જયાબેન મોહનભાઇ દાફડા, મેહુલભાઇ મોહનભાઇ દાફડા તથા શ્વેતાબેન મેહુલભાઇ દાફડા સામે માનસિક તથા શારીરિક દુઃખ ત્રાસ આપી જેમ-ફાવે તેમ ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી એવી ફરિયાદ નોંધાવી છે. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બહાદુરભાઈ તપાસ કરી રહ્યા છે.