વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ, અમરેલી જિલ્લા દ્વારા તા. ૯ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ આગામી ૧૪ ઓગસ્ટના અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રામકૃપા બોયઝ હોસ્ટેલ ખાતે ભારત માતા પૂજન અને આરતીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભારત માતાનું પૂજન કરી આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે અમરેલી જિલ્લા બજરંગ દળના સહ-સંયોજક કરણભાઈ વાજા, સાપ્તાહિક મિલન કેન્દ્રના પ્રમુખ માધવભાઈ ભટ્ટ, વિદ્યાર્થી સહ-પ્રમુખ ભવ્યભાઈ સવાણી, હિન્દુ આગેવાન સંદીપભાઈ પટેલ તથા મંદિરના પૂજારી ભીખુભાઈ ચૌહાણ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.