અમરેલીમાં અકસ્માતની વધુ બે ઘટના બની હતી. અમરેલી ગજેરાપરામાં રહેતા કલ્પેશભાઈ મનોજભાઈ ગરાણીયા (ઉ.વ.૨૬)એ જીજે-૧૪-એઆર-૦૧૧૪ના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ મેલડી માના મંદિરેથી ચાલીને ઘરે આવતા હતા ત્યારે ઉપરોક્ત નંબરના મોટર સાયકલ ચાલકે આવી ટક્કર મારતાં ફ્રેક્ચર થયું હતું, અકસ્માત સર્જી ચાલક ફરાર થઈ ગયો હતો. શહેરના ભોજલપરામાં રહેતા જોષી ઋષભભાઈ તરૂણભાઈ (ઉ.વ.૫૧)એ કુંકાવાવના બરવાળા (બાવીશી) ગામના જીતેન્દ્રભાઈ કાનજીભાઈ વિઠલાણી સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ તેનું ટુ વ્હીલ ત્રણ સવારીમાં ચલાવી પાછળથી આવતી કારનું હોર્ન અવગણી ઇશારા વગર અચાનક વાળી દેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં તેમના બંનેના વાહનને નુકસાન પહોંચ્યું હતું.